Search This Blog

Tuesday, 21 July 2015

General Science

Give  !nf0 with comments...!!! to sign with Google acounts...

તાપમાનનો પારો થર્મોમિટર


કોઈપણ વિસ્તારનું ઉષ્ણતામાન માપવા માટે ફેરનહીટ ડિગ્રી અને સેલ્શિયસ ડિગ્રીના પ્રમાણ ઉપયોગમાં લેવાય છે. તાપમાન માપવા માટેના થર્મોમિટરનો  પણ ઇતિહાસ રસપ્રદ છે.
ગરમ થયેલી ધાતુનું કદ વધે છે તે સિદ્ધાંત પર થર્મોમિટરની રચના થઈ. ડેનિયલ ફેરનહિટ નામના વિજ્ઞાાનીએ ઇ.સ. ૧૭૧૪માં થર્મોમિટર બનાવ્યું તેણે સાંકડી નળીમાં વિવિધ પ્રવાહીઓ ભરીને તેની ઉપર થતી ગરમીની અસરો તપાસી. તેને પારો અનુકૂળ લાગ્યો. પારો એ પ્રવાહી ધાતુ છે તેને સાંકડી નળીમાં ભરી બંને છેડા બંધ કરીને થર્મોમિટર બન્યું. ગરમીથી પારાનું કદ વધે. ફેરનહિટે સૌથી નીચું એટલે કે પાણી ઠરીને બરફ બને તેટલા તાપમાનને ૩૨ ડિગ્રી ગણી અને પાણી ઉકળે તેટલા તાપમાનને ૨૧૨ ડિગ્રી નક્કી કરી. આ પદ્ધતિ આજે પણ ઉપયોગી થાય છે તેને ફેરનહિટ  ડિગ્રી તાપમાન કહે છે.
ઇ.સ. ૧૭૮૯માં તાપમાનના આંકડાને દશાંશ પદ્ધતિમાં ફેરવીને વધુ સરળ બનાવતા એન્ડર્સ સેલ્શિયસને શૂન્ય ડિગ્રી ઠારબિંદુ અને ૧૦૦ ડિગ્રી ઉત્કલન બિંદુ નક્કી કરી થર્મોમિટર બનાવ્યું તેને સેન્ટિગ્રેડ નામ આપ્યું. સેલ્શિયસના અવસાન પછી આ માપને સેલ્શિયસ ડિગ્રી નામ આપવામાં આવ્યું. બંને પ્રમાણમાપ તદ્દન ચોકસાઈવાળા નથી. લેબોરેટરીમાં પાણી ૯૯.૯૭ ડિગ્રી સેન્ટીગ્રેડે ઉકળે છે પરંતુ નજીવો ફેરફાર વ્યવહારમાં નડતો નથી.
લેબોરેટરીમાં ઊંચા સંશોધનોમાં ભારે ચોકસાઈપૂર્વક તાપમાન માપવા માટે કેલ્વિન ડિગ્રીનો ઉપયોગ થાય છે. ઇ.સ. ૧૮૪૮માં લોર્ડ કેલ્વિના નામના વિજ્ઞાાનીએ શોધી કાઢયું કે માઇનસ ૨૭૩.૧૫ સેન્ટીગ્રેડ તાપમાને પદાર્થના મોલેક્યૂલર પ્રવૃત્તિ અટકી જાય છે. અણુ કક્ષાએ ઉપયોગી થાય તેવું તાપમાન પ્રમાણ કેલિવને શોધ્યું તેને કેલ્વિન ડિગ્રી કહે છે.

ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં રોકાતા અવકાશયાત્રીઓ શું શું કરે છે?


અવકાશમાં રોકાઈને સંશોધનો કરવા માટે આંતરરાષ્ટ્રીય અવકાશ મથકની સ્થાપના થઈ હતી. તેને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન કહે છે. આ સ્પેસ સ્ટેશન પૃથ્વીની સતત પ્રદક્ષિણા કરી રહેલા અવકાશયાન જેવું છે. અમેરિકા, રશિયા અને અન્ય દેશો પોતાના અવકાશયાત્રીઓને સ્પેશ સ્ટેશનમાં મોકલે છે તેઓ ત્યાં થોડા દિવસ રોકાઈને સંશોધનો કરે છે. દૂર અવકાશમાં વજન વિહિન અવસ્થામાં આ અવકાશયાત્રીઓ શું શું કરતા હશે તે જાણો છો?
દરેક અવકાશયાત્રી આપણા સમય મુજબ સવારે ૬ વાગે જાગીને પ્રાતઃકર્મ પૂરા કરી અવકાશ મથકનું નિરીક્ષણ કરે છે. ત્યારબાદ પૃથ્વી પર નાસાના કેન્દ્રનો સંપર્ક કરી જરૃરી રિપોર્ટ આપે છે અને ૮.૧૦ કલાકે પોતાનું કામ શરૃ કરે છે.
અવકાશયાત્રીઓને ઊંઘ લેવા માટે સ્લિપિંગ બેગ હોય છે. રાત્રે આ બેગમાં પોતાની જાતને બંધ કરીને સૂઈ જાય છે. સવારે બેગમાંથી બહાર આવી બેગને દિવાલ સાથે બાંધી દે છે. બપોરે એક વાગ્યે ભોજન લઈને સાંજે ૭.૩૦ કલાક સુધી કામ અને પૃથ્વી પર સંપર્ક કરી રિપોર્ટ આપી રાત્રે ૯.૩૦ કલાકે સૂઈ જાય છે. આમ અવકાશયાત્રીઓ રોજ ૧૦ કલાક કામ કરે છે. શનિવારે અર્ધો દિવસ રજા પાળે છે. પાંચ કલાકની રજામાં તેઓ અંગત પ્રવૃત્તિ કે મનોરંજન કરે છે. અવકાશયાત્રીઓ માટે કેબિન હોય છે તેમાં પોતાનું લેપટોપ અને સાધનો હોય છે. તેઓ સંગીત સાંભળે છે, ફિલ્મો જુએ છે અને પરિવાર સાથે વાતો પણ કરે છે. અવકાશયાત્રીઓનો ખોરાક નિષ્ણાત આહારશાસ્ત્રીઓ દ્વારા પસંદ કરવામાં આવે છે.

લોહીના ગ્રૂપ શું છે ? તે કેવી રીતે બન્યા ?


મનુષ્ય તેમજ પ્રાણીઓનું લોહી દેખાવમાં એક સરખું લાલ હોય છે. લોહી પ્લાઝમા નામના પ્રવાહીનું બનેલું છે. તેમાં રક્તકણો અને શ્વેતકણો તરતા હોય છે. લોહીમાં લાલકણો પુષ્કળ હોવાથી તે લાલ દેખાય છે. લાલકણો શરીરમાં ફરીને ઓક્સિજન અને શક્તિ પહોંચાડે છે. સફેદ કણો રોગજનક બેક્ટેરિયા સામે લડીને રોગથી રક્ષણ કરે છે.
માઇક્રોસ્કોપમાં લોહીનો નમૂનો જોઈએ તો તેમાં પીળા રંગના પ્રવાહીમાં લાલ અને સફેદકણો તરતા દેખાય. લાલકણોની વધુ ઝીણવટથી તપાસ કરીએ તો તેની રચના જુદી જુદી જોવા મળે. દરેક વ્યક્તિના લોહીના લાલકણોની રચના જુદી જુદી હોય છે પરંતુ વારસાગત હોય છે. ઉત્ક્રાંતિકાળમાં મનુષ્યને વિવિધ રોગોથી રક્ષણ મળે તેવા હેતુથી મનુષ્યના લોહી જુદા જુદા બન્યા તેમ વિજ્ઞાાનીઓ કહે છે.
કાર્લ લેન્ડસ્ટેઇનર નામના વિજ્ઞાાનીએ ૧૯૦૦ના વર્ષમાં જુદા જુદા માણસના લોહીનો અભ્યાસ કરીને ઓ, એ અને બી ગ્રુપમાં વહેંચ્યા. લાલકણોની સપાટી પર સુગરના મોલેક્યૂલ હોય છે તેની સંખ્યા પરથી ગ્રુપ નક્કી થાય છે સુગરના મોલેક્યૂલને એન્ટિજન કહે છે. આ એન્ટિજનને એ અને બી નામ અપાયા. એન્ટિજન વિનાના લોહીને ઓ ગ્રૂપ અપાયું. થોડા સમયથી આર.એચ. એન્ટિજનની પણ શોધ થઈ છે. વધુ ને વધુ સંશોધનો થયા બાદ કુલ ૮ જાતના બ્લડગ્રુપ બન્યા છે. રક્તદાન વખતે જે તે ગ્રૂપવાળા દર્દીને તેને અનુકૂળ હોય તે જ ગ્રુપનું લોહી આપી શકાય છે.

ચેતાતંત્રનો શોધક ચાર્લ્સ સ્કોટ શેરિંગ્ટન


મગજ શરીરનો રાજા અને સંચાલક છે આપણી દરેક ક્રિયાઓ મગજમાંથી મળેલા હુકમ પ્રમાણે થાય છે. મગજ કરોડરજ્જુમાંથી પસાર થતી ચેતાઓ દ્વારા શરીરના દરેક અંગ સાથે જોડાયેલું છે. આપણી ઇચ્છા તેમજ શરીરની જરૃરીયાત મુજબ મગજમાં રહેલા ચેતાકોષોમાંથી નીકળતા સંદેશા ચેતાઓ દ્વારા શરીરના સ્નાયુઓને મળે છે અને શરીરનું સંચાલન થાય છે. આ કાર્ય રચનાની શોધ ચાર્લ્સ શેરિંગ્ટન નામના વિજ્ઞાાનીએ કરેલી. આ શોધ બદલ તેને ૧૯૩૨માં અન્ય બે વિજ્ઞાાનીઓ સાથે મેડિલિનનું નોબેલ ઈનામ  એનાયત થયું હતું.
ચાર્લ્સ શેરિંગ્ટનનો જન્મ ઈ.સ.૧૮૫૭ના નવેમ્બરની ૨૭ તારીખે લંડનના આઇલિંગ્ટન પરામાં થયો હતો. તેના પિતા ડોક્ટર હતા. જો કે તેના સાચા માતાપિતા કોણ હતા તેનો વિવાદ થયો હતો. શેરિંગ્ટને પ્રાથમિક અભ્યાસ સ્થાનિક શાળામાં કર્યો હતો.
શેરિંગ્ટને ઉચ્ચ અભ્યાસ ઈંગ્લેન્ડની રોયલ કોલેજ ઓફ સર્જનમાં લીધું હતું. તેને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ભણવાની ઈચ્છા હતી પરંતુ પરિવાની આર્થિક સ્થિતિ નબળી હોવાથી તેણે સેન્ટ થોમસ હોસ્પિટલમાં તબીબી અભ્યાસ શરૃ કર્યો.
શેરિંગ્ટન ફૂટબોલનો સારો ખેલાડી હતો. તેણે રોયલ કોલેજમાં પ્રવેશ મેળવવા પ્રાથમિક પરીક્ષામાં સફળતા મેળવ્યા પછી કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસ માટે જોડાયો. તેણે કોલેજમાં બોટાની અને એનેટોમીના વિષયમાં સૌથી વધુ માર્ક્સ મેળવીને સિધ્ધિ પ્રાપ્ત કરી. ત્યારબાદ તેને રોયલ કોલેજ ઓફ સર્જનમાં સભ્યપદ મળી ગયું. ઓક્સફર્ડ સહિતની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ સાથે જોડાઈને તેણે ચેતાતંત્ર ઉપરાંત અનેક સંશોધનો કર્યા. શેરિંગ્ટનને નોબેલ ઈનામ ઉપરાંત લંડનનો રોયલ મેડલ, બેલી ગોલ્ડ મેડલ, બ્રિટનના શાહી પરિવારનો નાઈટ ગ્રાન્ડ ક્રોસ જેવા પ્રતિષ્ઠિત સન્માનો મળેલા. તેના મૃત્યુ સમયે તેની પાસે વિશ્વની ૨૨ યુનિવર્સિટીએ આપેલી ડોક્ટરની પદવી હતી. ઈ.સ. ૧૯૫૨ના માર્ચ માસની ચોથી તારીખે તેનું અવસાન થયું હતું.

શક્તિનો સંગ્રહ : નાસાનું ફ્લાયવ્હીલ


ભમરડો, હાથ વડે ફેરવવાની ચકરડી, કુંભારનો ચાકડો વગેરે ચક્રાકાર ફરતાં સાધનો છે. આપણે તેમાં હાથ વડે બળ પૂરીને ફેરવીએ છીએ અને તેમાં શક્તિ હોય ત્યાં સુધી તે ફર્યા કરે છે. વિજ્ઞાાનીઓ આ શક્તિને ગતિશક્તિ કહે છે. વાહનોના પૈડા ફરે ત્યારે તેમાં ગતિ શક્તિ હોય છે. પણ જ્યારે ઓચિંતી બ્રેક મારીએ ત્યારે તેની ગતિશક્તિ બ્રેક સાથેના ઘર્ષણમાં વપરાય છે અને ગરમી પેદા થાય છે. તમે સાયકલને બ્રેક મારીને તરત જ બ્રેક તપાસો તો તે ગરમ થયેલી લાગશે. બ્રેક ગતિશક્તિને અટકાવતું સાધન છે. પૈડાના વજન અને ગતિના પ્રમાણમાં બ્રેક પણ મોટી અને શક્તિશાળી હોય છે રેલવેના ભારે પૈડા સાથે વજનદાર લોખંડની બ્રેક હોય છે. રેલવેની બ્રેક લાગે ત્યારે તો ગરમીની સાથે તણખા પણ ઝરે છે.
નાસાના વિજ્ઞાાનીઓએ વાહનોના પૈડાંની ગતિશક્તિનો સંગ્રહ કરવા માટે એક સાધન બનાવ્યું છે. આ સાધન બ્રેક દ્વારા થયેલી શક્તિના વ્યયનો સંગ્રહ કરે છે અને પાછળથી ઉપયોગ કરે છે. ફ્લાય વ્હિલ નામના આ સાધનમાં કાર્બન ફાઇબરના વજનદાર ચક્ર હોય છે તેની ફરતે સ્ટીલની રિંગ ચઢાવેલી હોય છે. હળવા સ્પેક સાથે ભારે ધારવાળા વ્હીલ વધુ સમય સુધી ફરે છે. પૈડાંના કેન્દ્રથી વ્હિલની ધાર દૂર હોય તો ઓછી શક્તિથી વધુ ગતિ મળે. તમે ફૂદરડી ફરતી વખતે બંને હાથ પહોળા રાખો તો ઓછી શક્તિથી ઝડપથી ફરી શકશો. શરીરનું વજન વધુ પરિધમાં ફેલાય છે.
નાસાનું ફ્લાય વ્હીલ કેવી રીતે ઉપયોગી થાય છે તે પણ જાણવા જેવું છે. વાહનનું એન્જિન પિસ્ટનના ધક્કાથી ચાલે છે. પિસ્ટન આઘોપાછો થઈને વ્હિલને ચક્રાકાર ગતિ આપે છે. ફ્લાય વ્હિલને એન્જિન અને પૈડાની વચ્ચે જોડવામાં આવે છે. એટલે એન્જિનની શક્તિથી પહેલા ફ્લાયવ્હીલ ફરે છે તો વજનદાર હોવાથી વધુ ગતિશક્તિનો સંગ્રહ કરે છે અને વ્હીલને ફેરવે છે. વાહનને બ્રેક લાગે ત્યારે ફ્લાયવ્હીલ ફરતું રહીને એન્જિનની શક્તિનો સંગ્રહ ચાલુ રાખે છે. ક્યારેક એન્જિન બંધ પડી જાય તો પણ થોડો સમય પૈડાને ચાલુ રાખી શકે છે. આપણે સાયકલને ઝડપથી દોડાવીને પેડલ મારવાનું બંધ કરીએ તો પણ સાયકલ થોડો સમય દોડતી રહે છે. તેની જેમ જ વજનદાર ફ્લાયવ્હીલ વાહનોને દોડતા રાખી શકે છે.

જમીનમાં ક્રૂડ કે ખનીજની શોધ કેવી રીતે થાય છે ?


પૃથ્વીનું પેટાળ પાણી, કુદરતી ગેસ અને ખનીજોનો ભડાર છે માણસ જાતને પૃથ્વીના પેટાળમાંથી સોના- ચાંદી હીરા જેવા કીમતી પદાર્થો અને કોલસા અને અન્ય ઉપયોગી ખનીજો મળ્યા છે. ઘણા દેશોમાં તેલના કૂવા અને ખાણો આવેલી છે પરંતુ જમીનના પેટાળમાં ક્યાં અને શું છે તે જાણવા માટે ઠેર ઠેર ખોદકામ તો ન કરાય. વિજ્ઞાાનીઓએ પેટાળમાં  શું શું છે તે જાણવાની પદ્ધતિઓ વિકસાવી છે.
અગાઉના જમાનામાં ચુંબકીય ક્ષેત્ર ધરાવતું મેટલ ડિટેક્ટર જમીનમાં ખનીજો શોધવા વપરાતું. ડિટેક્ટરને જમીન પર મૂકીએ ત્યારે તેના ચુંબકીય મોજાં પેટાળમાં જઈને ખનીજ ધાતુ સાથે અથડાઈને પાછા ફરે તે માપીને ખનીજ શોધવામાં આવે. બીજું એક સાધન સતત નિયમિત કંપન કરતું  છે જેના કંપનો જમીનમાં ઊંડે સુધી જઈને પાણી કે તેલ સાથે અથડાઈને પાછા ફરે તેના આધારે જમીનમાં તેલ હોવાના સંકેતો મળે. આધુનિક સાધનોમાં ઇન્ફ્રારેડ કિરણોનો ઉપયોગ થાય છે. વિમાન કે હેલિકોપ્ટરમાં રાખેલા સાધન વડે જમીનના પેટાળમાં ખનીજોની શોધ થઈ શકે છે. ભારતનો આર.આઇ.એસ. સેટેલાઇટ અવકાશમાં રહીને આ કામ કરે છે.

ભૂકંપનું એપીસેન્ટર કઈ રીતે નકકી થાય ?


પૃથ્વી પર ભૂકંપ ઓચિંતા જ આવે છે અને એકાદ બે સેંકડ જ ધ્રુજારી ચાલે છે . છતાંય ભૂકંપ બાદ તરત જ તેનું ઉદ્ભવસ્થાન, કેન્દ્રબિંદુ કે એપી સેન્ટર કયાં હતું તે સમાચારમાં વાંચવા મળે છે. ભૂસ્તરશાસ્ત્રીઓ ભૂંકપનું કેદ્રબિંદુ કઈ રીતે નકકી કરે છે તે જાણો છો ?
ભૂકંપ ઓચિંતો જ આવે છે એટલે દરેક દેશમાં ભૂસીરશાસ્ત્રની કેન્દ્રોમાં ભૂકંપ માપવા માટેનું સિસ્મોગ્રાફ નામનું સાધન સતત ચાલુ હોય છે. ભૂકંપ આવે ત્યારે તેમાં તેનું માપ નોંધાઈ જાય છે. ભૂકંપની ધ્રુજારીનાં  મોજાં બે પ્રકારના હોય છે . આ મોજાંને પી અને એસ વેવ્ઝ કહે છે. બંને મોજાં જુદી જુદી ઝડપથી વારાફરતી  વહેતા હોય છે. એકાદ બે સેકંડના ગાળમાંય બંને મોજાં વચ્ચેનું અંતર વધે છે. સિસ્મોગ્રાફ બંને મોજાંની તીવ્રતા માપતું હોય છે.

ભૂંકપ આવે તે વિસ્તારમાં કે નજીકમાં બે થી વધું સિસ્મોગ્રાફના નોંધાયેલા બંને મોજાંની તિવ્રતાનો તફાવત શોધી તેને અંતરમાં ગણી ભૂકંપનું કેન્દ્રબિંદુ પૃથ્વીની સપાટીથી કેટલી ઊંડાઈએ છે અને કઇ દિશામાં છે તે જાણી શકે છે . આમ એપી સેન્ટર માપવા માટે દૂર દૂર રહેલા બે સિસ્મોગ્રાફની મદદ લેવી પડે છે. ભૂકંપના ભૂતળમાં રહેલા ઉદ્ભવસ્થાનો એપી સેન્ટર કહે છે જયારે તેની તદ્ન ઉપર સપાટી પર આવેલા સ્થાનને ભૂકંપનું હાઈપોસેન્ટર કહ્યું છે.

પવન ઉર્જાનો ઉપયોગ : પવનચકકી


પૃથ્વી પોતાની ધરી પર ફરે છે એટલે તેની આસપાસના વાયુમંડળમાં પવનના પ્રવાહો પેદા થાય છે. સૂર્યની ગરમી પણ તેની પર અસર કરે છે એટલે ગરમ એને ઠંડા પવનો વધુ ગતિશીલ બને છે . પવન એટલે ગતિશકિત. ઝડપી પવનમાં ઘણી શકિત હોય છે. જૂના વખતમાં પવનની શકિતથી મોટાં મોટાં વહાણ ચાલતા , પવનની શકિતનો બીજો ઉપયોગ પવનચકકી છે. મેળામાં વેચાતી રંગીન કાગળની ફરકડી તમે જોઈ હશે. પવનના જોરે ફરતી આ ફરકડી ના સિધ્ધાંત ઉપર જ મોટી પવનચકકી બને છે. લાકડા કે ધાતુના ઊંચા સ્તંભની ટોચે લાકડાના પાંખિયાવાળો પંખો ફિટ કરી એટલે પવનચકકી તૈયાર.
આખી રચનાને પવનની દિશામાં ફેરવી શકાય છે.  પવનનાં જોરે પંખો ફરે એટલે તેથી ધરી પણ ચક્રાકાર ફરે . ધરી સાથે પટ્ટા કે અન્ય ચક્રી વડે ગતિની દિશા બદલી શકાય છે. કેટલાક દેશોમાં પવનચક્કીની ધરી સાથે રહેંટ જડીને કૂવામાં પાણી પણ ઉલેચી શકાય છે. વીજળી નહોતી ત્યારે પવનચક્કી વડે અનાજ દળવાની ઘંટીઓ પણ ચાલતી. જે દેશમાં બારે માસ ઝડપી પવન ફૂંકાતો હોય તે દેશમાં પવનચક્કી ઘણી ઉપયોગી થાય છે. હોલમ્ડ પવનચક્કીતો દેશ છે. ત્યાં દરેક ખેતરમાં પવનચક્કી જોવા મળે . તેના વડે ખેતરમાં અનેક યંત્રો કામ પણ કરે. પવનચક્કી સાથે ડાયનેમો કે જનરેટર જોડીને વીજળી પણ ઉત્પન્ન કરી શકાય છે. આધુનિક પવનચક્કીમાં બે પાંખિયા હોય છે. નજીક નજીક એક કરતાં વધુ પવન ચક્કીઓ ઊભી કરી મોટી માત્રામાં વીજળી મેળવી શકાય છે.


વીજળીનો ભંડાર બેટરી અને પાવર સેલ


મોબાઈલ, લેપટોપ, ઈલેક્ટ્રોનિક રમકડાં, ઘડિયાળો જેવા અનેક નાનાં સાધનો અને વાહનોમાં વીજળી પુરી પાડવા બેટરીનો ઉપયોગ થાય છે. બેટરી સાધનના પ્રમાણમાં નાની મોટી હોય છે. મોબાઈલમાં નાનકડી લંબચોરસ ડબી જેવી બેટરી હોય છે તેમાં રાસાયણિક પ્રક્રિયા વડે વીજળી પેદા થાય છે. બેટરી રિચાર્જ પણ થઈ શકે છે. વીજળી માટે સેલ પણ ઉપયોગી થાય છે. સેલમાં પણ રાસાયણિક પ્રક્રિયાથી વીજળી મળે છે. સેલ રિચાર્જ થઈ શકતા નથી. તે ઉતરી જાય ત્યારે નકામા થઈ જાય છે.
તમને નવાઈ લાગશે પણ બેટરીનો ઉપયોગ બે હજાર વર્ષ પહેલા પણ થતો હતો. ઈરાકમાં ખોદકામ દરમિયાન ઈ.સ. પૂર્વે ૨૫૦ના સમયગાળાની  બેટરી મળી આવી હતી. આ બેટરી માટીના ઘડાના આકારની છે. આજે પણ  બગદાદના મ્યુઝિયમમાં જોવા મળે છે. તેને બગદાદ  બેટરી કહે છે. પાંચ ઇંચ ઊંચી આ બેટરીમાં ખાટી દ્રાક્ષનો રસ ભરીને તેમાં તાંબાના બે સળિયા બોળી રાખીને વીજપ્રવાહ મેળવાતો.  આજે ઉપયોગમાં આવે છે તેવી બેટરીની શોધ ઈ.સ. ૧૮૦૦માં એલેસાન્ડ્રો વોલ્ટા નામના વિજ્ઞાાનીએ કરેલી.
વીજપ્રવાહ આપતી આધુનિક બેટરીમાં વિવિધ રસાયણોનો ઉપયોગ થાય છે. ઝીંક-મેંગેનિઝ બેટરી સૌથી વધુ કાર્યક્ષમ છે તે રેડિયો, કેમેરા, ટીવી જેવા સાધનોમાં ઉપયોગી થાય છે. ઝીંક અને મરક્યુરી ઓક્સાઈડવાળી બેટરી વોકીટોકી, કેલ્ક્યૂલેટર જેવા સાધનોમાં ઉપયોગી થાય છે. ઘડિયાળને સતત વીજપ્રવાહ જોઈએ તેમાં સિલ્વર ઓક્સાઈડની બેટરી વપરાય છે. લિથિયમ સલ્ફરની બેટરી બહુ ગરમ થતી નથી. સિલ્વર ઝિંકવાળી બેટરી વજનમાં હળવી અને વધુ વીજપ્રવાહ આપે છે. અવકાશના સંશોધનોમાં આ બેટરી વપરાય છે.


clip

clip

clip


clip

clip

clip






clip


clip

clip



clip



clip




clip





clip
clip

clip
clip











clip

clip

clip

clip

clip

clip





clip




clip


clip


clip

clip



clip


clip


clip                   clip



clip



clip


clip



clip






clip


clip


clip







clip








1 comment: