Search This Blog

Friday, 20 November 2015

Fantastic Facts


clip

 

 સૂર્યપ્રકાશનું માપ પાયરેનોમીટર


વિજ્ઞાાનીઓ અને હવામાન શાસ્ત્રીઓ વાતાવરણમાં ઘણી બાબતોનો અભ્યાસ કરતાં હોય છે. ગરમી માપવા માટે થર્મોમીટર, હવાનું દબાણ માપવા બેરોમીટર વિગેરે જાણીતા છે પરંતુ વિજ્ઞાાનીઓએ સૂર્યપ્રકાશ કેટલો પડે છે તે જાણવા માટે પણ સાધન શોધ્યું છે.

સૂર્યનો પ્રકાશ પૃથ્વીની સપાટી પર એક સરખો પડતો નથી. પાયરેનોમીટર નામનું સાધન જમીન પર દર ચોરસમીટરે એક સેકંડમાં કેટલો સૂર્યપ્રકાશ પડે છે તેનું માપ રાખે છે.

પાયરેનોમીટર બે જાતનાં હોય છે. એક તો ગરમીના પ્રમાણ ઉપરથી સૂર્યપ્રકાશનું માપ આપે અને બીજું સોલાર સેલ કેટલી વીજળી ઉત્પન્ન કરે છે તેના આધારે સૂર્યપ્રકાશનું માપ કાઢે.

પાયરેનોમીટરમાં કાળા રંગના કાર્બનની બે ડિસ્ક હોય છે. કાચના  આવરણમાં એક ડિસ્કને તડકામાં અને બીજી ડિસ્કને નજીકમાં છાયામાં મૂકવામાં આવે છે. એટલે કે ડિસ્ક ગરમ થાય અને બીજી ઠંડી રહે છે. બંને ડિસ્ક દ્વારા પેદા થતા વીજપ્રવાહને માપીને સૂર્યપ્રકાશનું પ્રમાણ નક્કી થાય છે. આ સાદી કાર્યપધ્ધતિ છે પરંતુ રચના અને ગણતરી જટિલ હોય છે. તે દર સેકંડે સૂર્યપ્રકાશનું માપ રાખે છે. સોલાર સેલવાળા પાયરેનોમીટર ખૂબ જ સૂક્ષ્મ સુર્યપ્રકાશનું માપ પણ આપી શકે છે.

પાયરેનોમીટરમાં કાળા રંગના કાર્બનની બે ડિસ્ક હોય છે. કાચના  આવરણમાં એક ડિસ્કને તડકામાં અને બીજી ડિસ્કને નજીકમાં છાયામાં મૂકવામાં આવે છે. એટલે કે ડિસ્ક ગરમ થાય અને બીજી ઠંડી રહે છે. બંને ડિસ્ક દ્વારા પેદા થતા વીજપ્રવાહને માપીને સૂર્યપ્રકાશનું પ્રમાણ નક્કી થાય છે.

 

માનવ અવયવોનું અવનવું

*આપણું નાક જુદી જુદી ૫૦,૦૦૦ જેટલી ગંધ- સુગંધ યાદ રાખી શકે છે.
*આપણા શરીરમાં ૩ ઇંચ લાંબી ખીલ્લી બની શકે તેટલું લોહ તત્ત્વ હોય છે.
* માણસના પરસેવાને ગંધ હોતી નથી. શરીર કે વાતાવરણના બેક્ટેરીયા પરસેવા સાથે ભળી ગંધ પેદા કરે છે.
*  ઉંમર વધવાની સાથે કાન અને નાકના કદ વધતા જાય છે.
* માણસના અંગૂઠાની છાપની જેમ બે વ્યક્તિની જીભની છાપ પણ સરખી હોતી નથી.
* આપણી આંખ લાખો જાતના રંગો અને સપાટી ઓળખી શકે છે અને કોઈ પણ ટેલિસ્કોપ કરતા વધુ માહિતી ગ્રહણ કરી શકે છે.
* માણસનું વજન લગભગ ૪૦૦ ગ્રામ વજનનું હોય છે. મિનિટના સરેરાશ ૭૨ વખત ધબકીને લોહીને શરીરમાં દોઢ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફેરવે છે.

એશિયાખંડ વિશે આટલું જાણો


*એશિયા પૃથ્વી પરનો સૌથી મોટો, સૌથી વધુ વસતિ ધરાવતો ખંડ છે તે પૃથ્વીના જમીન વિસ્તારનો ૩૦ ટકા ભાગ રોકે છે.

*વિશ્વના મોટા ભાગના ધર્મોનું મૂળ એશિયામાં છે.

*જંગલી વાઘ માત્ર એશિયામાં જ જોવા મળે છે, આફ્રિકામાં પણ નહિ.

*પાલતુ બિલાડીની જાત એશિયામાં ઇ.સ. પૂર્વે ૮૦૦માં પેદા થઈ હતી.
*એશિયા ખંડમાં ૪૮ દેશો છે જેમાં  સૌથી નાનો દેશ માલદિવ્સ છે.

*વિશ્વના સૌથી વધુ વસતિ ધરાવતા મોટા ૧૦ શહેરોમાંથી ૭ શહેર એશિયામાં છે.

*વિશ્વનું સૌથી ઊંચુ શિખર માઉન્ટ એવરેસ્ટ અને સૌથી નીચું સ્થળ ડેડ સી એશિયામાં છે.

*વિશ્વનાં સૌથી ઊંચા ૧૦ બિલ્ડિંગમાથી ૯ એશિયામાં છે.

*વિશ્વમાં પ્રથમ ખેતી અને વેપાર એશિયામાં શરૃ થયેલા.

*વિશ્વનું સૌથી મોટું મંદિર અંગકરોવાટ એશિયામાં છે.

 

ડિજિટલ પેનની અદ્ભૂત ટેકનોલોજી


સાદી પેન કરતાં થોડી જાડી ડિજિટલ પેનમાં ઈલેક્ટ્રોનિક સર્કિટ, ઓપ્ટિકલ ડિવાઈસ અને બ્લ્યૂ ટૂથ હોય છે. આ પેન વડે ખાસ પેડ ઉપર તમે લખો કે ચિત્ર દોરો તે બ્લ્યૂટૂથ દ્વારા કોમ્પ્યુટરમાં પહોંચી જાય છે.

સાદી પેનથી કંઈક લખો કે ચિત્ર દોરો તે સીધું જ કમ્પ્યુટરના સ્ક્રીન ઉપર પહોંચી જાય તો કેવી મજા પડે? આ કામ ડિજિટલ પેન કરી આપે છે. તમે પ્રવાસમાં હો અને ડાયરીમાં કંઈક નોંધ કરો તે પણ વાયરલેસ દ્વારા તમારા કમ્પ્યુટરમાં પહોંચી જાય. ડિજિટલ પેનની રચના અને ટેકનોલોજી પણ જાણવા જેવી છે.

સાદી પેન કરતાં થોડી જાડી ડિજિટલ પેનમાં ઈલેક્ટ્રોનિક સર્કિટ, ઓપ્ટિકલ ડિવાઈસ અને બ્લ્યૂ ટૂથ હોય છે. આ પેન વડે ખાસ પેડ ઉપર તમે લખો કે ચિત્ર દોરો તે બ્લ્યૂટૂથ દ્વારા કોમ્પ્યુટરમાં પહોંચી જાય છે.

તમે લાલ લાઈટવાળું માઉસ ઉપયોગમાં લેતાં હશો. તેમાં લાલ લાઈટની બાજુમાં ફોટોસેલ હોય છે. તે લાઈટનું રિફ્લેક્શન નોંધીને માઉસના હલનચલન પ્રમાણે કર્સરને સ્ક્રીન ઉપર ફેરવે છે. ડિજિટલ પેન પણ આ રીતે જ કામ કરે છે.

ડિજિટલ પેન આડી અને ઊભી લીટીઓ દોરેલા ખાસ પેડ ઉપર જ ચલાવવી પડે છે. ડિજિટલ પેનને કમ્પ્યુટર સાથે જોડી શકાય છે અથવા તો બેટરી દ્વારા સ્વતંત્ર રીતે પણ કામ કરે છે.

ડિજિટલ પેનમાં ખાસ પ્રકારની શાહી હોય છે એટલે તમે જે લખો તે પેડ ઉપર વાંચી શકો છો. પેનની અણી પેડ ઉપર ફરતી જાય તેમ તેના ફોટોસેલ તેની દિશાની માહિતી માઈક્રોચિપમાં મોકલે. માઈક્રોચિપ તેનું પ્રોસેસિંગ કરી ક્મ્પયુટરને આપે એટલે સ્ક્રીન ઉપર તમે લખેલા અક્ષર ગ્રાફિક તરીકે દેખાય.

ડિજિટલ પેનની ઉપર ઢાંકણ હોય છે. તેમાં શાહીનું રિફિલ, ડોકિંગ કનેક્ટર, ઈન્ડિકેટર બલ્બ અને રિસેટ બટન હોય છે. ખિસામાં મૂકી શકાય તેવી આ નાનકડી પેન ઘણું આશ્ચર્યજનક કામ કરે છે.

વિશ્વનો સૌથી ઊંચો ફુવારો જેદાહ ફાઉન્ટેન

ફુવારાનું પાણી કલાકના ૩૭૫ કિલોમીટર ઝડપે ઊંચે જાય છે અને દર કલાકે ૧૮ ટન પાણી વછૂટે છે.

* સાઉદી અરેબિયાના જેદાહમાં આવેલો  ફુવારો ૩૧૨ મીટર ઊંચાઈ સુધી પાણીની છોળ ઉડાડે છે. એફિલ ટાવર કરતાંય ઉંચે સુધી ઉડતા ફુવારાના પાણી આખા જેદાહ શહેરમાંથી દેખાય છે.

* જિનિવાના વિખ્યાત જેટ ડિ ઈયુ ફુવારાના બાંધકામ જેવી જ ડિઝાઈનનો આ ફૂવારો ૧૯૮૦માં બન્યો છે.

* ફુવારાનું પાણી કલાકના ૩૭૫ કિલોમીટર ઝડપે ઊંચે જાય છે અને દર કલાકે ૧૮ ટન પાણી વછૂટે છે.

* ફુવારા માટે ખાસ જાળી મૂકેલા પંપ દ્વારા સમુદ્રનું પાણી ખેંચવામાં આવે છે.

* રાત્રે ફુવારાની ફરતે ૫૦૦ જેટલી ઝળહળતી લાઈટ ચાલુ કરાય ત્યારે આ ફૂવારો મનોરમ્ય લાગે છે.

* ફૂવારાનું પાણી ભારે દબાણ સાથે ઊંચે જાય છે. તેની સાથે સાથે ઊંચે ગયેલું ટનબંધ પાણી પાછું જમીન પર ફેંકાય છે તેને ઝિલવા ખાસ પ્રકારના મજબૂત પ્લેટફોર્મ બનાવાયા છે. આ ફુવારો છેલ્લા ૩૦ વર્ષથી સતત ચાલુ જ છે.

 

વૃક્ષના વિકાસનું વિજ્ઞાન


જમીનમાં બીજ રોપવાથી અંકૂર ફૂટે અને કૂંપળો બહાર નિકળે બે કે ત્રણ પાદડાંની કૂંપળ થોડા દિવસોમાં મોટી છોડ થઈને વિકાસ પામી મોટું વૃક્ષ બને. દરેક સજીવ જન્મ પછી વિકાસ પામે છે. પ્રાણીઓ અને મનુષ્યના કદ અને ઊંચાઈ વધે છે. તે જ રીતે વૃક્ષ પણ ઊંચું થાય છે. પરંતુ વૃક્ષના વિકાસની વાત થોડી જૂદી છે.

વૃક્ષ જમીનમાંથી મૂળ દ્વારા પાણી અને ખનીજ મેળવે છે. તેના પાનમાં સૂર્યપ્રકાશ વડે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી સ્ટાર્ચ, સાકર દ્રવ્યો અને સેલ્યુલોઝ બને છે. થડમાં રહેલા કોશો દ્વારા વૃક્ષને પોષણ મળે છે. છોડનું થડ પાતળું અને ગરમ હોય છે. ટોચે વધુ ડાળી અને પાન ફૂટે એટલે વજન વધે તેમ તેમ થડ મજબૂત અને જાડું થાય. થડની ઊંચાઈ વધતી નથી પરંતુ તેઓ નવા પાન અને ડાળી ફૂટીને વિકાસ પામે છે.

સમય જ્તાં પાણી અને ખોરાકનું વહન થડના બાહ્ય  સ્તર કે છાલ દ્વારા થાય છે. આંતરિક માળખુ સખત થઇને વૃક્ષના ટેકા કે આધારની ગરજ સારે છે.

છોડની દરેક ડાળીના છેડેનાં કોશો વિભાજિત થતાં જાય છે અને નવા પાન અને ડાળી ફૂટે છે. જૂના કોષો સખત થતા જાય છે. અને બાહ્ય ભાગમાં નવા કોશો સતત બન્યાં કરે છે. વૃક્ષની છાલ નરમ પણ મજબૂત હોય છે. તે આંતરિક ભાગનુ રક્ષણ પણ કરે છે.

 

ગેસના ચૂલાનો રસપ્રદ ઇતિહાસ...


આજે એલપીજી રાંધણગેસ અને ગેસના ચૂલાનો ઉપયોગ સરળ અને વ્યાપક બન્યો છે. પરંતુ ગેસ વડે ચૂલા સળગાવવાનો ઇતિહાસ બહુ જૂનો અને રસપ્રદ છે.પ્રેટ્રોલિયમ ગેસ નહોતો તે ત્યારે પણ ગેસના ચૂલા હતા તે જાણીને નવાઈ લાગે.

૧૮ મી સદીમાં વાયુઓ અંગે ઘણાં સંશોધનો થયા તેમાં કેટલાક વિજ્ઞાાનીઓએ કૃત્રિમ જવલનશીલ ગેસ  પેદા કરવાની પધ્ધતિ પણ વિકસાવેલી. કોલસા, લાકડા કે તેલને ઓછા ઓક્સિજનવાળી ભઠ્ઠીમાં સળગાવી ગેસ પેદા કરાતો.

આ પ્રકારે તૈયાર કરેલા ગેસને નળી દ્વારા દૂર લઈ જઈ નળીને છેડે સળગાવી શકાતો, ફ્રાન્સના ફિલિપ લેબીન અને ઇગ્લેન્ડમાં વિલિયમ મર્ડોકે આ ગેસ વડે ચૂલા સળગાવવાના અખતરા કર્યા અને તે સફળ પણ થયેલા. આ રીતે ઇ.સ. ૧૮૧૨માં રાંધણગેસ અને ચૂલાની શરૃઆત થઈ. અમેરિકા અને યુરોપમાં ગેસ કંપનીઓ બની.

આ બધી કંપનીઓ પાઈપ દ્વારા જરૃર હોય ત્યાં અને ઘરે ઘરે ગેસ પૂરી પાડતી. લંડનમાં સ્ટ્રીટ લાઈટમાં પણ આવી ગેસ લાઈન વડે દીવા થતા. ઇ.સ. ૧૮૫૦ ની આસપાસ નેપ્થા, વ્હાઈટગેસ પેરાફિન વગેરે જવલનશીલ પદાર્થોની ટાંકીઓ વાળા સ્ટવ બન્યાં.

ઇ.સ. ૧૮૨૬માં જેમ્સ શાર્પ નામનીએ ગેસમાં નવી જાતના બર્ર્નરવાળો ચૂલો બનાવ્યો. પરંતુ તે સમયે ગેસને પાઈપ લાઈન વડે વધુ અંતર સુધી લઈ જવામાં મુશ્કેલી હતી.

ઇ.સ.૧૮૮૫માં રોબર્ટ  બન્સેન નામના વિજ્ઞાાનીએ બન્સેન બર્નર શોધ્યુ. જેમાં બર્નર ગેસની સાથે થોડી ઓક્સિજન બળે તેવી વ્યવસ્થા હતી. આ બર્નરને કારણે પ્રેટ્રોલિયમનો રાંધણગેસ તરીકે ઉપયોગ શક્ય બન્યો. આજે આપણા રસોડામાં ગેસના ચૂલાના બર્નર બન્સેન બર્નરનું આધુનિક સ્વરૃપ છે.

 

મચ્છર જેવાં જીવડાં પ્રકાશથી કેમ આકર્ષાય છે?


ચોમાસામાં સાંજના સમયે વાતાવરણમાં મચ્છર જેવાં અનેક જાતના જીવડાં ઊડતાં જોવા મળે. આ જીવડાં મોટેભાગે ટયૂબલાઈટ કે પ્રકાશિત સ્રોતની આસપાસ વધુ ઊડતાં હોય છે. તે પ્રકાશ તરફ આકર્ષાતા હોય છે તેનું કારણ જાણો છો?

મચ્છર, ફૂદાં જેવા પાંખોવાળા જીવડાં ભેજ અને અંધારામાં રહેવા ટેવાયેલાં હોય છે. ખરેખર તે પ્રકાશથી આકર્ષાતા નથી. આ જીવમાં દિશાશોધન અજબનું હોય છે. આ જીવડાંની દૃષ્ટિ સતેજ હોય છે. તેઓ સૂર્ય કે ચંદ્રના પ્રકાશને આધાર રાખી દિશા શોધી રસ્તો કાપે છે.

ચોમાસામાં વાદળવાળા વાતાવરણમાં સૂર્ય કે ચંદ્રનો પ્રકાશ હોતો નથી. ટયૂબ લાઈટ કે અન્ય પ્રકાશિત વસ્તુને તે કુદરતી પ્રકાશ સમજી દિશા શોધવાનો પ્રયાસ કરે છે. એટલે ટયૂબલાઈટની આસપાસ ચક્કર માર્યા કરે છે. જુદી જુદી દિશામાં બે કે ત્રણ ટયુબલાઈટ હોય તો તેઓ વધુ ભ્રમમાં મૂકાય છે.

ઘણા જીવશાસ્ત્રીઓ માને છે કે પાંખોવાળા નાના જીવડાં ખોરાકની શોધમાં તેજસ્વી રંગના ફૂલોથી આકર્ષાતા હોય છે તે રીતે જ ટયૂબલાઈટથી આકર્ષાય છે. મોટેભાગે આવાં જીવ ટયૂબલાઈટની આસપાસ સમૂહમાં જોવા મળે છે તે આપણે જોઈએ છીએ. ઘણા વિજ્ઞાાનીઓ માને છે કે ટયૂબલાઈટની તદ્દન નજીક પહોંચ્યા પછી અતિશય પ્રકાશ સામે તેમની આંખ અનુકૂલન સાધી શકતી નથી અને લગભગ અંધ બની જાય છે એટલે જ ચકરાવા માર્યા કરે છે.

 

મોબાઈલ ફોનનું અવનવુ


૧. આધુનિક મોબાઈલ ફોનમાં નાસા દ્વારા ચંદ્ર ઉપર મોકલાયેલા એપોલો-૧૧ માં વપરાયેલા કમ્પ્યુટર કરતાં ય વધુ ક્ષમતા હોય છે.

૨. મોબાઈલ ફોન ઉપર સૌથી વધુ બેકટેરિયા હોય છે.

૩. જાપાનમાં લોકો સ્નાન કરતી વખતે પણ મોબાઈલનો ઉપયોગ કરે છે. તેથી ત્યાંના ૯૦ ટકા ફોન વોટરપ્રૂફ હોય છે.

૪. મોબાઈલ ફોન દ્વારા પ્રથમ વાતચીત ૧૯૭૬માં મોટોરોલાના શોધક માર્ટિન કૂપરે કરેલી.

૫. મોબાઈલ ગુમાવવાથી  કે બગડી જવાથી લોકોને ગુસ્સો અને રોષ પેદા થાય છે. આ સ્થિતિને 'નોમોફોલિયા' કહે છે.

૬. મોબાઈલ ફોન સૌથી વધુ વેચાતા ઇલેકટ્રોનિક સાધન છે.

૭. કોઈકે કહ્યું છે કે વિશ્વમાં લોકો પાસે ટોઈલેટ કરતાં મોબાઈલ ફોન વધુ હોય છે.

૮. મોબાઈલ ઉપર વિડિયો અને ફોટા સૌથી વધુ અપલોડ થાય છે. આ ટ્રાફિક વેબ ટ્રાફિકની ૨૭ ટકા ભાગ રોકે છે.

૯. સ્માર્ટફોનની ટેકનોલોજી વિવિધ ૨૫૦૦૦૦ શોધખોળોના સમનવ્યથી બનેલી છે.

૧૦. મલેશિયામાં મોબાઈલ ફોનામાં મેસેજ દ્વારા છૂટાછેડા લેવાનું કાયદેસર ગણાય છે.

૧૧. ઘણી વખત લોકો આસપાસના લોકોથી દૂર રહેવા સ્માર્ટફોનમાં વ્યસ્ત હોવાનો ડોળ કરે છે. એક સર્વમાં ૪૭ ટકા લોકોએ આ વાત કબૂલી હતી.

૧૨. ફિનલેન્ડમાં મોબાઈલ ફોન ફેંકવાની સ્પર્ધા યોજાય છે. ૨૦૦૦ માં રિસાઇયકિલંગ ને પ્રોત્સાહન આપવા માટે આ સ્પર્ધા શરૃ થઈ હતી. જે સૌથી દૂર સુધી મોબાઈલ ફેંકી શકે તે ચેમ્પિયન ગણાય છે.

 

વિશ્વના વિજ્ઞાનીઓ : રાસાયણિક ખાતરનો શોધક: જસ્ટસ વોન લીબિગ


પૃથ્વી પર વનસ્પતિ પાણીની  ઉપસ્થિતિમાં પોતાની મેળે ઊગે છે. માણસને  ઉપયોગી અનાજ, કઠોળ, શાકભાજી અને ફળો  તેમજ મરીમસાલા પણ આપમેળે જ ઊગી નીકળેલા. માનવ સંસ્કૃતિના વિકાસની  સાથે માણસ આ ઉપયોગી વનસ્પતિની ખેતી કરવા લાગ્યો.

વનસ્પતિને જમીનમાંથી કુદરતી પૂરતું પોષણ મળી રહે છે પરંતુ વધુ પાક મેળવવા વધુ પાણી અને ખાતરની જરૃર પડે. વનસ્પતિનું મુખ્ય પોષણ નાઈટ્રોજનવાળા સેન્દ્રિય પદાર્થો છે.

પ્રાણીઓના છાણ, મળમૂત્ર, મૃતદેહો અને નાશ પામેલી વનસ્પતિઓ કોહવાટ જમીનમાં ભળે અને સમય જતાં કુદરતી ખાતરમાં ફેરવાય છે. આ પ્રક્રિયામાં જમીનમાં રહેતા અળસિયાં અને અન્ય જંતુઓનો ફાળો પણ મહત્ત્વનો છે. વિજ્ઞાાનીઓએ હજી વધુ  ઉપજ વધુ સારો પાક મેળવવા માટે કૃત્રિમ ખાતરની શોધ કરી છે. કૂદકે અને ભૂસકે વધી રહેલી વસતિને પૂરતું અનાજ મળી રહે તેવા હેતુથી થયેલી આ શોધ આશીર્વાદરૃપ છે. તેને કારણે આજે વિશ્વને પૂરતું અનાજ મળી રહે છે. રાસાયણિક ખાતરની  શોધમાં જર્મનીના વિજ્ઞાાની લીબિગનો ફાળો મહત્વનો છે. તે આ ક્ષેત્રનો પિતામહ કહેવાય છે.

જસ્ટસ લીબિગનો જન્મ ઈ.સ. ૧૮૦૩ના મે માસની  ૧૨ તારીખે જર્મનીના ડાર્મસ્ટાડ શહેરમાં થ યો હતો. સામાન્ય પરિવારમાં જન્મેલા લીબિગને બાળપણમાં જ કેમિસ્ટ્રીમાં રસ હતો. તેર વર્ષની નાની ઉંમરે તેણે જર્મનીના દુષ્કાળની  સ્થિતિ  જોયેલી. બોન યુનિવર્સિટીમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યા બાદ તે પેરિસની જુદી જુદી લેબોરેટરીમાં  જોડાયેલો.

તેણે ગીઝેન યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે કારકિર્દી શર કરેલી. તે મહેનતુ અને નિષ્ઠાવાન હતો. વિજ્ઞાાનક્ષેત્રમાં પ્રસિદ્ધ થયો. લીબિગે પાંચ ગોળાવાળું એક સાધન બનાવેલું તેમાં ઓર્ગેનિક પદાર્થોનું પૃથ્થકરણ  થતું. તેણે નાઈટ્રોજનમાંથી રાસાયણિક ખાતર બનાવવાની ક્રાંતિકારી શોધ કરી. ઈ.સ. ૧૮૭૩માં એપ્રિલની ૧૮મી  તારીખે તેનું અવસાન થયેલું.

વાવાઝોડાના સાયક્લોન, હરિકેન વગેરે નામ કેવી રીતે પડયા?


વરસાદ અને પવનના તોફાનને વાવાઝોડુ કહેવાય છે. વંટોળિયાને ચક્રવાત. આ સામાન્ય નામ છે પરંતુ વિજ્ઞાનીઓએ વાવાઝોડાના ઉદ્ભવ, અસર અને તીવ્રતાના આધારે વિવિધ નામ પડયા છે.

રેડ ઈન્ડિયન લોકો તોફાનના દેવને હુર્રકન કહેતા. તેનો અર્થ વિરાટ પવન હતો. સ્પેનના લોકોએ પવનના તોફાનને હરિકેન નામ આપ્યું. ચીનમાં તાઈફુંગ એટલે ટકરાતો પવન તેથી તેણે કુદરતી તોફાનને ટાયફૂન નામ આપ્યું.

મેઘાડંબર સાથેની આંધીને સ્પેનિશ ભાષામાં 'ત્રોનાદા' કહે છે. તે ગણતરીની મિનિટોમાં વ્યાપક નુકસાન કરનાર ચક્રવાત છે તેનું નામ ટોર્નેડો પડયું. ટોર્નેડો ચક્રાકાર ફરતી હવાનો ૫૦ મીટર વ્યાસનો સ્તંભ બનાવે છે. તેમાં હવાની ગતિ માપવાના સાધનો પણ ઊડી જાય છે. અમેરિકામાં ટેક્સાસથી કેનેડા સુધીનો ભૌગોલિક પટ્ટો ટોર્નેડો ગ્રસ્ત છે. જ્યાં ગમે ત્યારે ગમે તે ઋતુમાં અચાનક ટોર્નેડોનુ તોફાન થાય છે.

ચક્રાકાર ફરતા વંટોળિયાનું સાયક્લોન વૈજ્ઞાાનિક નામ છે. તેની તીવ્રતા પ્રમાણે ટ્રોપિકલ સાયક્લોન, પોલર સાયક્લોન, મેસોસાયક્લોન તેવા નામ છે. ટોર્નેડોને અમેરિકામાં ટ્વિસ્ટર પણ કહે છે.
તોફાનના બીજા નામ પણ જાણવા જેવા છે. ૧૦ મીટર પહોળા અને હજાર મીટર ઊંચા ઓછી તીવ્રતાના વંટોળ ધૂળને ઘૂમરી લઈને ઉપર ફંગોળે છે તેને ડસ્ટડેવિલ કહે છે.

સમુદ્ર કાંઠે વંટોળિયામાં પાણી પણ ઊંચે ચઢે છે તેને વોટર સ્પાઉટ કહે છે.
જંગલામાં દાવાનળ ફાટી નીકળે ત્યારે ગરમ થયેલી હવા પણ ચક્રવાત  સર્જે છે. આ ચક્રવાતમાં સળગતા અંગારા અને રાખ ચક્રાકાર ફરતી ઉપર ચઢે છે. તેને ફાયર ટોર્નેડો કે ફાયરનાડો કહે છે.  

કેલ્ક્યૂલેટરની શોધનો રસપ્રદ ઈતિહાસ


આજે આપણી પાસે ગણતરી કરવા માટે શક્તિશાળી કમ્પ્યુટર અને કેલ્ક્યૂલેટર છે. આ ઈલેક્ટ્રોનિક સાધનો વીજળી વડે ચાલે છે. પરંતુ વીજળીના ઉપયોગની શોધ નહોતી થઈ ત્યારે પણ કેટલાક વિજ્ઞાનીઓએ ગણતરીઓ કરવા માટે સાધનો બનાવેલા અને યાંત્રિક કેલ્ક્યૂલેટરનો પાયો નાખેલો. વીજળી વિના ચાલતા આ સાધનોની વાત પણ રસપ્રદ છે.

ઈ.સ. ૧૬૧૭માં વિશ્વનું પ્રથમ કાર્યક્ષમ કેલક્યૂલેટર જ્હોન નેપિયર નામના વિજ્ઞાનીએ બનાવેલું. કહેવાય છે કે આ માણસ પાગલ હતો. તેણે લાકડાના લાંબા ટૂકડા પર વિવિધ આંકડા લખીને એવી ગોઠવણી કરી કે લાકડાને આઘાપાછા કરીને સંખ્યાઓના ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી ઝડપથી કરી શકાય. આ સાધનને લોગરિધમ કહેતાં. આ સાધનના ઉપયોગ માટે તાલીમ લેવી પડતી. તેના જેવું જ બીજું સાધન લાંબા સળિયા પર ગોળા પરોવેલું એબાકસ હતું.

આ બંને શોધના કારણે ગણતરીઓ સરળ બનાવવાની દિશા મળેલી. વિલ્હેમ શિકોર્ડે નામના જર્મન વિજ્ઞાાનીએ ઈ.સ. ૧૬૨૩માં ઘડિયાળ જેવું કેલ્ક્યૂલેટર બનાવેલું તેના ચંદાઓ ફેરવીને વિવિધ આંકની ગોઠવણીથી ગણતરી થઈ શકતી. ઈ.સ. ૧૬૪૨માં બ્લેઝ પાસ્કલે ૮ આંકડાની રકમના સરવાળા બાદબાકી કરી શકે તેવું યંત્ર બનાવેલું. તેમાં વિવિધ ચક્રો હતાં. એક ચક્ર ફેરવવાથી તેના પ્રમાણમાં બીજાં ચક્રો ફરે અને તેની ઉપર લખેલા આંકડા તે મુજબ ગોઠવાઈને જવાબ મળે.

વિલ્હેમ લીબનિઝે ૧૦ ભૂંગળી વાળું કેલક્યૂલેટર બનાવ્યું. તેને સ્ટેપ રેકનર કહેતાં. એક આડા નળાકાર પર આંકડા લખેલી ભૂંગળીઓ વારાફરતી ખસી શકે તે રીતે ગોઠવાયેલી. દશાંશ પધ્ધતિની શરૃઆત આ યંત્રથી થયેલી. આ બધા મશીનોમાં વીજળીનો ઉપયોગ નહોતો. હાથ વડે સંચાલન થતું. આજે આ મશીનો રમકડાં જેવા લાગે પરંતુ કમ્પ્યુટર અને કેલક્યૂલેટરની શોધના પાયામાં આ રમકડાંની જ ભૂમિકા હતી.

 

વીજળીથી ચાલતી ઈન્ડક્શન સગડી


રસોઈ કરવા માટેના ચૂલા અને સગડીમાં કોલસા લાકડા કે ગેસ જેવા ઈંધણો વપરાય છે. ૨૦મી સદીમાં રસોઈ કરવા માટે બે નોંધપાત્ર શોધો થઈ. માઈક્રોવેવ ઓવન અને ઈન્ડક્શન કૂકિંગ. આ બંને સાધનો વીજળી વડે ચાલે છે. માઈક્રોવેવ ઓવન જાણીતું સાધન બની ગયું છે. ઈન્ડક્શન સગડીનો વ્યાપક ઉપયોગ જોવા મળતો નથી. ઈન્ડક્શન સગડી કેવી રીતે કામ કરે છે તે પણ જાણવા જેવું છે.
ઈન્ડક્શન એટલે ચુંબકીય શક્તિથી વીજળી પેદા કરવાની ક્રિયા. ઈન્ડક્શન સગડી એક ચોરસ ગોળાકાર પ્લેટફોર્મની બનેલી હોય છે. તેની સપાટી પર રસોઈના વાસણ મુકવામાં આવે છે. સગડીની સપાટી અવાહક પદાર્થ કે કાચની બનેલી હોય છે. તેની નીચે ધાતુની કોઈલ હોય છે. કોઈલમાં ઈલેક્ટ્રિક કરંટ વહે ત્યારે તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર બને છે. આ ક્ષેત્રમાં ગરમી હોતી નથી. સગડીની સપાટી પણ ઠંડી હોય છે પરંતુ સપાટી પર ધાતુનું વાસણ મૂકતાંની સાથે જ વાસણમાં ચુંબકીય ક્ષેત્રની અસર થાય છે અને તે ગરમ થવા લાગે છે અને રસોઈ થાય છે. મોટા પ્લેટફોર્મવાળી ઈન્ડક્સન સગડી પર એકથી વધુ વાસણો મુકી રસોઈ કરી શકાય છે. ગેસના ચુલા, લાકડા કે કોલસાની સગડીમાં ખોરાક અને અગ્નિ વચ્ચે અંતર હોય છે. તેની ગરમી વાતાવરણમાં વહી જતી હોય છે. ગેસમાં પેદા થતી ગરમીનો ૭૧ ટકા ભાગ જ ખોરાક રાંધવામાં વપરાય છે. જ્યારે ઈન્ડક્શન સગડીમાં ગરમી સીધી ખાદ્ય પદાર્થને મળે છે અને ૮૫ ટકા ભાગ વપરાય છે તેથી ઈન્ડક્સન સગડીમાં ઝડપથી રસોઈ થાય છે. અન્ય સાધનો કરતાં તેમાં ચોથા ભાગના સમયમાં રસોઈ તૈયાર થઈ જાય છે. જો કે ઈન્ડક્શન સગડી વીજળીનો વધુ વપરાશ કરે છે એટલે પ્રમાણમા મોંઘી પડે છે.

 

 

મધમાખી મધ શા માટે બનાવે છે? મધ સિવાય બીજું શું બનાવે છે?


મધમાખીઓ દિવસમાં હજારો ફૂલ અને મધપૂડા વચ્ચે ચક્કર મારીને મધપૂડામાં મધ એકઠું કરે છે. આટલી સખત મહેનત કરીને મધમાખી મધ બનાવીને શા માટે એકઠું કરે છે તે જાણો છો? મધ મધમાખીનો ખોરાક છે. પાનખર ઋતુમાં વૃક્ષોના પાન ખરી પડે અને ફૂલો પણ ઓછા ખીલે એટલે ખોરાક મળે નહીં. આ અછતના સમય માટે મધમાખી ખોરાકનો સંગ્રહ કરી રાખે છે. વસંતઋતુમાં વધુ ફૂલો ખીલે તેનો લાભ લઈ મધમાખી સખત પરિશ્રમ કરીને બને તેટલું વધુ મધ એકઠું કરી રાખે છે. મધ આપણા માટે પણ ખોરાક અને દવા તરીકે ઉપયોગી થાય છે. મધમાખી મધ ઉપરાંત બીજાં ઘણાં દ્રવ્યો પણ બનાવે છે. ષટકોણ આકારના ખાનાવાળો મધપૂડો બાંધવા માટે મધમાખી પોતાના શરીરમાં મીણ બનાવે છે. આ મીણ વડે જ મધપૂડો બને છે જે તદ્દન વોટરપ્રૂફ હોય છે. મધમાખી ફૂલોમાંથી રસ ચૂસે ત્યારે થોડી પરાગરજ પણ લઈ જાય છે. આ પરાગરજમાં પોતાની લાળ મેળવી પ્રોપોલીસ નામનો ચીકણો પદાર્થ બનાવે છે. આ પદાર્થ પણ મધપૂડાની રચના માટે ઉપયોગી છે. જાણીને નવાઈ લાગે પણ પ્રોપોલીન મધ કરતાંય મોઘું છે અને સૌંદર્યપ્રસાધનોમાં ઉપયોગી થાય છે. મધમાખીની રાણી માટે ખાસ પ્રકારની વાનગી બનાવે છે. તેને રોયલ જેલી કહે છે. રોયલ જેલી ઊંચા પ્રકારનું મધ છે તે દવાઓમાં વપરાય છે.

clip

clip
clip

 

વિશ્વનું સૌથી ઊંચું વૃક્ષ : રેડ વૂડ


ઉત્તર અમેરિકાના પેસેફિક સમુદ્ર કાંઠાના કેલિફોર્નિયામાં થતાં રેડવૂડના વૃક્ષો વિશ્વની સૌથી ઊંચા વૃક્ષની જાત છે. રેડવૂડ ઊંચા તો છે જ પરંતુ સૌથી વધુ ૧૮૦૦ થી ૨૦૦૦ વર્ષનું આયુષ્ય ધરાવે છે. આ વૃક્ષોની બીજી વાતો પણ જાણવા જેવી છે.
રેડવૂડના વૃક્ષો સામાન્ય રીતે ૨૦૦ ફૂટ ઊંચા તો હોય જ. હાલમાં કેલિફોર્નિયાના નેશનલ પાર્કમાં સૌથી ઊંચું રેડવૂડ ૩૭૯ ફૂટ ઊંચું છે. આ પાર્કમાં ૩૬૫ ફૂટથી વધુ ઊંચા ૪૧ રેડવૂડ પણ છે. રેડવૂડના થડનો ઘેરાવો ૧૮ થી ૨૦ ફૂટ હોય છે. રેડવૂડના થડમાં નીચેના ભાગે બાકોરું પાડીને તેમાંથી કાર પસાર થઈ શકે તેવો રસ્તો પણ બને છે.
વિશ્વનું સૌથી વૃદ્ધ રેડવૂડ ૨૨૦૦ વર્ષનું આયુષ્ય ધરાવે છે. પૃથ્વી પર ડાઈનાસોર હતાં ત્યારે પણ રેડવૂડના જંગલો હતા.
રેડવૂડનું વૃક્ષ એક વર્ષમાં ૬ ફૂટ વધે છે. બીજ વાવ્યા પછી ૫૦ વર્ષમાં ૧૦૦ ફૂટની ઊંચાઈએ પહોંચી જાય છે.
રેડવૂડના જંગલ અન્ય વૃક્ષો કરતાં વાતાવરણમાંથી સૌથી વધુ કાર્બનડાયોક્સાઈડનું શોષણ કરી હવા શુધ્ધ કરે છે.
રેડવૂડનું લાકડું આગ, જીવજંતુઓ અને રોગો સામે સૌથી વધુ પ્રતિકારકશક્તિ ધરાવે છે. મકાનો બંધવામાં તેનો ઉપયોગ થાય છે.
રેડવૂડ બારેમાસ લીલા રહે છે. તેના પાન ટૂંકા હોય છે. રેડવૂડ પર એક ઇંચ વ્યાસના લંબગોળ કવચવાળા ફળ બેસે છે.
રેડવૂડના વૃક્ષો નદીના પૂર સામે વધુ પ્રતિકાર કરી શકે છે. એટલે દરિયાકાંઠાનું ધોવાણ અટકાવે છે.

સૂર્યમુખીના ફૂલનું અવનવું


સૂર્યની સાથે સાથે દિશા બદલવા માટે જાણીતું સૂર્યમુખીનું ફૂલ તેના મોટા કદ માટે પણ પ્રસિધ્ધ છે.

સૂર્યમુખીનો છોડ ૩ મીટર ઊંચાઈ સુધી પહોંચી શકે છે. ફૂલનો વ્યાસ એક ફૂટ જેટલો હોય છે.
સુર્યમુખીની પાંખડીઓ સર્પિલાકાર વલયની જેમ ગોઠવાયેલી હોય છે. સૂર્યમુખીનું ફૂલ ખરેખર તો નાના ફૂલોનો સમૂહ છે. દરેક પાંખડી ૧૩૭.૫ અંશનો ખૂણો બનાવીને વર્તુળ પૂરાં કરે છે.

સૂર્યમુખીની ફૂલની પાંખડીઓ વચ્ચેના ભાગમાં એક દિશામાં ૩૪ અને બીજી દિશામાં ૫૫ વલય હોય છે.
સૂર્યમુખીના બીજમાંથી ખાદ્યતેલ મળે છે.
સૂર્યમુખીના બીજમાંથી 'સન બટર' બનાવાય છે.
સૂર્યમુખી યુક્રેનનું રાષ્ટ્રીય ફૂલ છે.
સૂર્યમુખીનો છોડ જમીનમાંથી સીસુ યુરેનિયમ અને અન્ય ઝેરી પદાર્થો શોષી લે છે. તળાવમાં વાવેલા સુર્યમુખી પાણીને શુધ્ધ કરે છે.

clip


clip



clip



clip

clip

clip

clip


clip

clip

clip

clip


clip

clip

No comments:

Post a Comment