કેવો હોય છે ભારત રત્ન એવોર્ડ?
ભારત રત્ન એ ભારત સરકાર તરફથી આપવામાં આવતું સૌથી મોટું સન્માન છે. કોઇપણ એક ક્ષેત્રે ખૂબ જ મોટું પ્રદાન કે ફાળો આપનાર વ્યક્તિ આ સન્માન માટે પસંદ કરવામાં આવે છે. મેડલનો દેખાવ પીપળના પાન જેવો હોય કે જેના પર દેવનગરી ભાષામાં 'ભારત રત્ન' લખાયેલું હોય છે. શરૂઆતના સમયમાં ભારત રત્નનું પદક 35 મીમી વ્યાસનું રહેતું. તે સૂરજ આકારનું હતું. તેની ઉપર હિન્દી તથા અંગ્રેજીમાં ભારત રત્ન ખેલું રહેતું. હવે જે પદક આપવામાં આવે છે, તે 5.8 સેમી લાંબુ તથા 4.7 પહોળું હોય છે. તે પીપળાના આકારનું હોય છે. ત 3.1 મીમીના ટોન્ડ પીતળનું બનેલું હોય છે. જેની ઉપર સૂર્યનો આકાર હોય છે. નીચે માત્ર હિન્દીમાં ભારત રત્ન લખેલું હોય છે. પાછળના ભાગમાં દેશનું રાષ્ટ્ર ચિહ્ન તથા આદર્શ વાક્ય હોય છે. મેડલનું ચિહ્ન તથા પદકની બહારની રીમ પ્લેટિનમની બનેલી હોય છે. તે 51 મીમી લાંબી શ્વેત રીબિન સાથે જોડાયેલી હોય છે. રીબીનની ડિઝાઈનને વિજેતાના ગળાના આધારે ડિઝાઈન કરવામાં આવે છે. ૨ જાન્યુઆરી, ૧૯૫૪ ના રોજથી ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે આ એવોર્ડની શરૃઆત કરેલી. એ સમયે ફક્ત જીવિત વ્યક્તિઓને દેશ સેવા માટે આ એવોર્ડ એનાયત કરવામાં આવતો. મૃત્યુ પછી ભારત રત્ન મેળવનાર પ્રથમ વ્યક્તિ લાલ બહાદુર શાસ્ત્રી હતા. વલ્લભાઇ પટેલને તેમના મૃત્યુ પછી, ૪૧ વર્ષે એટલે કે ૧૯૯૧ માં ભારત રત્ન એનાયત થયેલો. આજ દિવસ સુધી કુલ ૪૩ લોકોને 'ભારત રત્ન' એવોર્ડ આપાયો છે.
'ભારત રત્ન' મેળવનાર વ્યક્તિને મળતા વિશિષ્ટ લાભ
- ભારતભરમાં વિમાનમાં ફરવા માટેની ફ્રી ફર્સ્ટ ક્લાસ ફ્લાઇટ
- ફ્રી ફર્સ્ટ ક્લાસ ટ્રેનનો પ્રવાસ
- ભારતના વડાપ્રધાનના પગારની 50% કે તેના બરાબર જેટલી રકમનું પેન્શન
- સંસદની બેઠક અને કાર્યવાહી દરમિયાન હાજર રહી શકે
No comments:
Post a Comment